રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, શહેરમાં આવેલી તમામ ચા અને પાનની દુકાનોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાને લીધે દુકાનોમાં લોકોને ફક્ત પાર્સલ જ મળી શકશે, તેમને દુકાનમાં એકસાથે મોટી સંખ્યામાં ઉભા રહેવા દેવામાં આવશે નહીં.
રાજકોટમાં ચા-પાનની દુકાનો પર વધુ લોકો એકઠા થશે તો કરાવશે બંધ - Rajkot MNC news
રાજકોટ મનપા દ્વારા નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના વિવિધ વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનો કે જ્યાં લોકો વધુ પ્રમાણમાં એકઠા થતા હોય છે તેવી દુકાનોમાં લોકો ટોળા વળી ઉભા રહે છે અને સામાજિક અંતર જળવાતું નથી. આથી આ દુકાનો બંધ કરાવવામાં આવશે.
રાજકોટમાં ચા-પાનની દુકાનો પર ટોળે વળતા લોકો સામે થશે કાર્યવાહી
જે દુકાને લોકોના ટોળે વળેલા દેખાશે તે દુકાનો મનપા ટીમ દ્વારા બંધ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઇને મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.