ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલો, 4 તલાટીમંત્રી સામે તવાઈ

રાજકોટ: રાજ્યમાં અલગ અલગ સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. તલાટી મંત્રીની દેખરેખ હેઠળ આ ખરીદી કરવામાં આવે છે. પડધરી તાલુકાના ચાર તલાટી મંત્રી ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન તંત્રની મંજૂરી વગર ગેરહાજર રહેતા તેમની વિરૂદ્ધ ધરપકડના વોરંટ જાહેર કરવામાં આવ્યા છે.

peanuts purchase scam in rajkot
peanuts purchase scam in rajkot

By

Published : Dec 30, 2019, 4:27 AM IST

સમગ્ર રાજ્યમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અલગ અલગ સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.

ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલો, 4 તલાટીમંત્રી સામે ધરપકડ વોરંટ જાહેર

ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ મગફળી કેન્દ્ર પર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ભૌમિક ફેફર, વિપુલ ક્લોલા, ભરત દોષી, અને યુવરાજસિંહ ઝાલા નામના ચારેય તલાટી મંત્રીઓ ગેરહાજર જણાઈ આવ્યા હતા. જે દરમિયાન તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો નહોતો. જે કારણે રાજકોટ ઝોન બેના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ચારેય તલાટી મંત્રી વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચારેય તલાટી મંત્રીઓ કોઇપણ જાતની રજા કે જાણ કર્યા વગર ફરજ પર ગેરહાજર રહેતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે મામલે પડધરી પોલીસ વધુ તપાસ હાથ ધરશે. તાજેતરમાં જ રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ સામે આવ્યા બાદ એક ઇસમની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પણ હાલ પોલીસ તપાસ ચાલુ છે. રાજકોટ વહીવટી તંત્ર મગફળીની ખરીદીની કામગીરી પર બાજ નજર રાખી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details