- આજથી રાજકોટ યાર્ડમાં મગફળીની હરાજી થશે
- રવિવારે ખુલ્લા બજારમાં મગફળી વહેંચવા લાગી હતી 2 કિમી વાહનોની લાઈન
- મગફળીના ટેકા કરતા ખુલ્લા બજારમાં સારા ભાવ
મગફળીની હરાજી માટે રાજકોટમાં ખુલ્લા બજારમાં મગફળી વહેંચવા લાગી હતી વાહનોની લાઈન - બેડી માર્કેટિંગ યાર્ડ
આજે રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી કરવામાં આવશે. જેને લઈ ગત રોજ એટલે કે રવિવારે બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી વેચવા આવેલા ખેડૂતોના વાહનની લાંબી કતારો લાગી હતી.
મં
રાજકોટઃ રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ બહાર રવિવારે ફરી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. રાજકોટ સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો મોટીસંખ્યામાં મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. હાલ રાજકોટ બેડી યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળીની ખરીદી થઇ રહી છે. ત્યારે મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતાં. જ્યારે ખુલ્લી બજારમાં પણ મગફળીના સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતો પોતાની મગફળી અહીં વહેંચવાનું પસંદ કરી રહ્યા છે.