- ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો
- રાજકોટમાં એક દર્દી જમીન ઉપર સારવાર લેવા માટે મજબૂર બન્યો
- ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને વેઇટિંગમાં રહેવું પડે
રાજકોટ : સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં દર્દીઓને ખાનગી તથા સિવિલ હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. દર્દીઓને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટમાં એક દર્દી જમીન ઉપર સારવાર લેવા માટે મજબૂર બન્યો છે. આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. પરંતુ દર્દીઓને રાજકોટમાં ઓક્સિજન નહિ મળતા અંતે સિવિલ હોસ્પિટલની જમીન પર સારવાર લેવા માટે મજબૂર બન્યા છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દી જમીન પર સારવાર લેવા મજબૂર આ પણ વાંચો : પૈસા છે તો થઇ જશે વ્યવસ્થા! રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડની અછત
રાજકોટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડની અછત જોવા મળી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જમીન પર સારવાર લેતા હોય તેવી ઘટના સામે આવે છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા
રાજકોટમાં આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર
દર્દીઓને બેડ નહિ મળવાના કારણે આ પ્રકારના દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉનમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતાં હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રાજકોટમાં આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય છે.