ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : પાટણવાવ ઓસમ ડુંગરનું સૌંદર્ય માણવા ગયેલા લોકો ફસાયા, માંડ માંડ બહાર કાઢ્યા

રાજકોટના પાટણવાવ ખાતે ઓસમ પર્વતમાં રજાની મજા માણવા ગયેલા સહેલાણીઓને ફસાવવાનો વારો આવ્યો હતો. તંત્ર અને સ્થાનિક સરપંચને જાણ થતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા.

Rajkot News : પાટણવાવ ઓસમ ડુંગરનું સૌંદર્ય માણવા ગયેલા લોકો ફસાયા, માંડ માંડ બહાર કાઢ્યા
Rajkot News : પાટણવાવ ઓસમ ડુંગરનું સૌંદર્ય માણવા ગયેલા લોકો ફસાયા, માંડ માંડ બહાર કાઢ્યા

By

Published : Jun 30, 2023, 6:21 PM IST

પાટણવાવ ઓસમ ડુંગરનું સૌંદર્ય માણવા ગયેલા લોકો ફસાયા, માંડ માંડ બહાર કાઢ્યા

રાજકોટ :પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર લોકો વરસાદમાં નાહવા તેમજ કુદરતી સૌંદર્યને માણવા માટે જતા હોય તો, ત્યારે પાટણવાવ પર્વત પર બે મહિલા તેમજ એક પુરુષ કુદરતી સૌંદર્ય માણવા ગયા હતા. જેમાં અચાનક પાણીનો ધોધ વધી જતા ફસાયા ગયા હતા. ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ લોકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ વહીવટી તંત્રની સમય સૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી.

ઈદની જાહેર રજાને દિવસે ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી, ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી, પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય લોકો ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ ન હતા. આથી તેમણે પાટણવાવના સરપંચ પ્રવીણ પેથાણીને બચાવવા માટે ફોન કર્યો હતો. - એમ.જી.જાડેજા (ધોરાજીના મામલતદાર)

તંત્ર તાત્કાલીક ઘટના સ્થળે : પાટણવાવ પર્વત ખાતેના પાણીના પ્રવાહને કારણે ફસાઈ ગયા હોવાની જાણ સરપંચ પ્રવીણભાઈને થતા તેમને મામલતદાર એમ.જી. જાડેજાને તાત્કાલિક આ બાબતની જાણ કરી હતી. નગરપાલિકાના ફાયર ફાઈટર સ્ટાફ, પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. કોઠીયા તેમજ પોલીસ સ્ટાફ અહીંયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા. જરૂરી તમામ સાધન સામગ્રીની મદદ લઇને તમામને રેસ્ક્યુ કરેલું હતું.

ત્રણેય લોકો તંત્રનો આભાર વ્યક્ત કર્યો : પાટણવાવ ખાતે આવેલા ઓસમ પર્વતની ચોમાસા દરમિયાન અને વરસાદની મજા માણવા માટે સહેલાણીઓ અહીં આવતા હોય છે, ત્યારે અચાનક આવી પડેલા ભારે વરસાદના કારણે પાટણવાવ ઓસમ પર્વત પરથી વહેતા પાણીના પ્રવાહની અંદર એક પુરુષ અને બે મહિલાઓ ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફસાયેલા ત્રણ જેટલા વ્યક્તિઓને તંત્ર દ્વારા જીવના જોખમે અને મહા મહેનતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે બહાર કાઢેલા ત્રણેય લોકો તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Ahmedabad News: મણિનગર સ્લમ ક્વોટર્સની ગેલેરીનો ભાગ તૂટ્યો, 30 લોકોનું રેસ્ક્યૂ, સૈજપુરમાં ધાબાની છત પડી
  2. Gir Somnath Snake Rescue : મોટર કારના એન્જિનમાં છુપાયો અધધ મોટો સાપ, જુઓ વિડીયો
  3. Vadodara News: વડોદરાના સુખલીપુરા ગામેથી 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details