હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે નાના મોટા પક્ષો પોત પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પાસ કન્વીનર હેમાંગ પટેલ દ્વારા રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ ગામડે ગામડે રહેતા પાસના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ આપીને ભાજપમાં ભેળવી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
પાસના BJP પર ગંભીર આક્ષેપો, તો ભાજપનો પણ વળતો જવાબ - Gujarat
રાજકોટઃ રાજકોટમાં પાસ કન્વીનર હેમાંગ પટેલ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારના પાસ કન્વીનરોને રૂપિયા, મોબાઈલ સહિતની વસ્તુઓની લાલચ આપી ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટમાં પાસ દ્વારા ભાજપ પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપ મુદ્દે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે લોકો પહેલા સામન્ય વાહન પણ ખરીદી શકતા નહોતા તે આજે હેલિકોપ્ટરમાં ફરે છે.
પાસ કન્વીનર હેમાંગ પટેલ તથા ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ
જેને લઈ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસે પાસ નેતા હાર્દિક પટેલને હેલિકોપ્ટર આપ્યું છે. જે લોકો સામાન્ય વાહનમાં બેસવામાં વિચારતા હતા તે લોકો આજે હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે. આ સાથે જ રાજુધ્રુવે કોંગ્રેસ અને પાસ પર આકરા પ્રહારો કર્યા હતા.