ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીએ પ્રસ્થાન કરાવેલી દાંડી યાત્રામાં જેતપુરના પરીન ક્યાડાની થઈ પસંદગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી પ્રારંભ કરાવેલી દાંડી યાત્રામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ-જેતપુર તાલુકાના સંયોજક પરીન ક્યાડાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દાંડી યાત્રાનું 12 માર્ચે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

PM મોદીએ પ્રસ્થાન કરાવેલી દાંડી યાત્રામાં જેતપુરના પરીન ક્યાડાની થઈ પસંદગી
PM મોદીએ પ્રસ્થાન કરાવેલી દાંડી યાત્રામાં જેતપુરના પરીન ક્યાડાની થઈ પસંદગી

By

Published : Mar 13, 2021, 8:52 PM IST

  • દાંડી યાત્રાના 90 વર્ષ પૂર્ણ થતાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
  • આ દાંડીયાત્રા માટે ગુજરાતમાંથી 81 પદયાત્રીઓની પસંદગી થઇ છે
  • 365 કિમી લાંબી પદયાત્રા 6 એપ્રિલના રોજ થશે પૂર્ણ

અમદાવાદઃ 12 માર્ચ, 1930ના રોજ મીઠાના કાળા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી કાઢવામાં આવેલી ઐતિહાસિક દાંડી યાત્રાના 90 વર્ષ પૂર્ણ થતાં આઝાદી અમૃત મહોત્સવનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડી યાત્રાના પ્રસ્થાન સાથે કરાવવામાં આવ્યો હતો. 386 કિલોમીટરની પદયાત્રા કરી આ દાંડિયાત્રા 6 એપ્રિલના રોજ દાંડી પહોંચીને પૂર્ણ થવાની છે.

આ પણ વાંચોઃ દાંડીયાત્રામાં જોડાયેલા લોકો સાથે ETV Bharatની ખાસ વાતચીત

આ દાંડીયાત્રા જેતપુરના પરીનની પસંદગી

આ દાંડી યાત્રાના સંઘમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ-જેતપુર તાલુકાના સંયોજક એવા પરીન ક્યાડાની પસંદગી થઇ છે. જેને પગલે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક તથા અન્ય સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ હર્ષની લાગણી અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details