ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં દીપડાનો આતંક, 15થી વધુ બકરાનું કર્યું મારણ

રાજકોટ જિલ્લામાં સિંહના આતંક બાદ હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. આ દીપડાએ જસદણ તાલુકાના ખડવાવડી ગામ ખાતે 15થી વધુ બકરાઓના મારણ કર્યા છે. જે કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

દીપડાનો આતંક
દીપડાનો આતંક

By

Published : Jan 24, 2021, 6:54 PM IST

  • રાજકોટ જિલ્લામાં દીપડાનો આતંક
  • 15થી વધુ બકરાના કર્યું મારણ
  • જસદણ તાલુકાના ખડવાવડી ગામની ઘટના

રાજકોટ : જિલ્લામાં સિંહના આતંક બાદ ફરી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. આ દીપડાએ જસદણ તાલુકાના ખડવાવડી ગામે 15થી વધુ બકરાના મારણ પણ કર્યા છે. નાના એવા ગામમાં એકી સાથે 15થી વધુ બકરાના મોતના કારણે હાહાકાર મચ્યો છે. દીપડાનો આતંક જોઈને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અગાઉ રાજકોટ જિલ્લામાં 3 સિંહોએ દોઢ માસ સુધી રાજકોટની સરહદે આંટાફેરા કર્યા હતા.

દીપડાએ 15થી વધુ બકરાના કર્યા મારણ

દીપડાએ ખડવાવડી ગામના માલધારી એવા સવાભાઈ ભરવાડ વાડીની 6 ફૂટની દિવાલ કૂદીને વાડામાં રહેલા બકરા પર હુમલો કર્યો હતો. જેમાં 15થી વધુ બકરાઓના દીપડાએ મારણ કર્યા હતા. તેમજ વાળામાં આતંક ફેલાવ્યો હતો. દીપડાએ નાના એવા ગામમાં એક સાથે 15થી વધુ બકરાઓના મારણ કરતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનો હવે દીપડાના આતંકને કારણે ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details