ગુજરાત

gujarat

ETV Bharat / state

'વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં, ધડુકને મત નહીં'ની પત્રિકા વાઇરલ - RJT

રાજકોટઃ પોરબંદર લોકસભા બેઠક માટે હાલ વાતાવરણ ગરમાયું છે. 'વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં'ની પત્રિકા વાઇરલ થઈ છે.

election

By

Published : Mar 29, 2019, 11:30 AM IST

પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં એક પત્રિકા ફરતી થઇ છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં'. સિંહને મારવા માટે પહેલા ખોખલો કરવો પડે એ જ રીતે આજે રાદડિયા પરિવારને ટિકિટ ન આપી વિઠ્ઠલભાઇના મોભાને ખોખલો કરી જયેશભાઇને દબાણ કરી મંત્રીપદ છીનવવાનો પ્રયાસ કરશે. જયેશભાઇને પણ દબાણ કરાવાશે.

વાઇરલ પત્રિકા

વિઠ્ઠલ રાદડિયાની હોસ્ટેલમાં ભણેલા એક વિદ્યાર્થીએ પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ

ABOUT THE AUTHOR

...view details