ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી હોસ્પિટલમાં લગાવાયો હોય તો કોઇ દરકાર જ નહીં લેવાની? ધૂળ ખાઈ રહ્યો છે અહીંનો ઓક્સિજન પ્લાન્ટ - Dhoraji Municipality

ધોરાજી સરકારી હોસ્પિટલમાં 40 લાખનો ખર્ચ કરી 250 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. એક જ વર્ષમાં કેમ ધૂળ (Oxygen plant of Dhoraji Government Hospital closed ) ખાઈ રહ્યો છે તે જાણો.

સરકારી હોસ્પિટલમાં લગાવાયો હોય તો કોઇ દરકાર જ નહીં લેવાની? ધૂળ ખાઈ રહ્યો છે અહીંનો ઓક્સિજન પ્લાન્ટ
સરકારી હોસ્પિટલમાં લગાવાયો હોય તો કોઇ દરકાર જ નહીં લેવાની? ધૂળ ખાઈ રહ્યો છે અહીંનો ઓક્સિજન પ્લાન્ટ

By

Published : May 13, 2022, 2:59 PM IST

રાજકોટ -જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં 40 લાખનો ખર્ચ કરી 250 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ અંદાજીત એક વર્ષ પહેલા જ પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. ત્યારે આ પ્લાન્ટ છેલ્લા ચાર મહિનાથી ટેકનિકલ ખામીઓના કારણે બંધ હાલતમાં ધૂળ (Oxygen plant of Dhoraji Government Hospital closed ) ખાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

40 લાખનો ખર્ચ કરી 250 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ

પ્લાન્ટ ફરી શરુ કરવાની રજૂઆતો એેળે ગઇ-ધોરાજીની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા તંત્રને તથા ઓક્સિજન પ્લાન્ટની કંપનીને ઘણી રજૂઆત કરાઈ છે. તેમ છતાંય આજદિન સુધી ઓક્સિજન પ્લાન્ટને ફરી શરૂ કરવાનું કામ કરવા કોઈ આવ્યું નથી તેમ જણાવવામાં આવ્યું છે. ત્યારે આકસ્મિક રીતે જયારે કોઈ દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત પડી તો શું થશે એક પણ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે.

આ પણ વાંચોઃMineral theft in Dhoraji: ધોરાજીમાં ખનીજ ચોરીમાં પકડેલા ટ્રક અધિકારીની નકલી સહી કરી વાહન છોડાવી ગયા

ચાર મહિનાથી બંધ -ધોરાજીના મુસ્લિમ સમાજ આગેવાન તેમજ ધોરાજી નગરપાલિકાના (Dhoraji Municipality ) સદસ્યે જણાવ્યું કે આ બાબતે ધોરાજી સરકારી હોસ્પિટલમા ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા ચાર મહિનાથી બંધ (Oxygen plant of Dhoraji Government Hospital closed ) હોવાની આ અતિ ગંભીર બાબત કહેવાય. ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટને લઈને જવાબદાર અધિકારીઓ અને કંપનીઓ દ્વારા આ પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામા આવે તેવી માંગ કરાઈ છે. ઓક્સિજન પ્લાન્ટની કંપની પર સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને તંત્ર અને કંપનીએ તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવેલ ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવા માગ છે.

આ પણ વાંચોઃ રાજકોટ: ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્રની જમાતને સહાય

ટેકનિકલ ખામીને કારણે બંધ - ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે બનાવેલ આધુનિક ઓક્સિજનનો પ્લાન્ટ કોરોનાકાળ દરમ્યાન એટલે અંદાજીત એક વર્ષ પહેલા જ શરૂ કરવામા આવેલ હતો. પરંતુ કોઈ ટેકનિકલ ખામીને કારણે આ ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા ચાર મહિનાથી (Oxygen plant of Dhoraji Government Hospital closed ) બંધ છે. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટીયન દ્વારા (Dhoraji Government Hospital Superintendent Jayesh Vesetian) આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેની રજૂઆત ઉપલા તંત્રને તથા જવાબદાર કંપનીને પણ કરેલી છે તેવું જણાવેલ છે. છતાં હજુ સુધી આ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તેનુ રીપેરીંગ કામ હજુ સુધી કરવામા આવેલ નથી તેવું ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટીયન દ્વારા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details