ગુજરાત

gujarat

Rajkot News: રાજકોટમાં ચાલુ એમ્બુલન્સે ઑક્સિજનનો વાલ્વ તૂટ્યો, ચાલક દર્દીને મૂકી ભાગી ગ્યો

રાજકોટમાં દર્દીઓને લઈ જતી એમ્બુલન્સમાં ઑક્સિજનના બાટલાનો વાલ્વ ફાટી જતાં અફરાતફરી મચી હતી. તે સમયે એમ્બુલન્સમાં જે કર્મચારીને લઈ જવામાં આવી રહ્યા હતા. તેને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

By

Published : Mar 11, 2023, 10:22 PM IST

Published : Mar 11, 2023, 10:22 PM IST

Rajkot News: રાજકોટમાં ચાલુ એમ્બુલન્સે ઑક્સિજનનો વાલ્વ તૂટ્યો, ચાલક દર્દીને મૂકી ભાગી ગ્યો
Rajkot News: રાજકોટમાં ચાલુ એમ્બુલન્સે ઑક્સિજનનો વાલ્વ તૂટ્યો, ચાલક દર્દીને મૂકી ભાગી ગ્યો

રાજકોટઃશહેરમાં બહુમાળી ચોક નજીક આજે (શનિવારે) બપોરના સમયે રેલવે તંત્રની એમ્બુલન્સમાં કર્મચારીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઑક્સિજન બાટલાનો વાલ્વ ફાટતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ આ દર્દીને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાને લઈને એમ્બુલન્સનો ડ્રાઈવર એમ્બુલન્સ મૂકીને ભાગી ચૂક્યો હતો.

આ પણ વાંચોઃSurat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો

અચાનક ઓક્સિજન બાટલાનો વાલ્વ ફાટ્યોઃસમગ્ર ઘટનાની વાત કરીએ તો, આજે બપોરે શહેરના બહુમાળી ચોક નજીક એક એમ્બુલન્સ પૂરઝડપે જતી હતી. ત્યારબાદ અને રસ્તા પર અચાનક ઊભી રહી ગઈ હતી. જેમાંથી જોરદાર અવાજ આવ્યો અને ત્યારબાદ એમ્બુલન્સમાં સવાર દર્દી અને તેમના પરિજનોને રીક્ષામાં અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. જેને કારણે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર એમ્બુલન્સમાં બહુમાળી ચોક નજીક મૂકીને જ નાસી છૂટ્યો હતો. બીજી તરફ એમ્બુલન્સમાં સવાર દર્દી અને તેમના પરિવારજનોને રિક્ષામાં હોસ્પિટલ ખાતે જવાની ફરજ પડી હતી.

દર્દીને રિક્ષામાં અન્ય હોસ્પિટલ લઈ જવાયો

આ પણ વાંચોઃAir Ambulance Service : એર એમ્બુલન્સ બની દેવદૂત, 8 મહિનામાં 7 દર્દી અને 10 ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે થયો ઉપયોગ

એમ્બ્યુલન્સના ડ્રાઇવરની ગંભીર બેદરકારી આવી સામેઃદર્દીને લઈ જતી એમ્બુલન્સમાં અધવચ્ચે જ દર્દી અને તેમના પરિવારજનોને રસ્તા ઉપર તરછોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ એમ્બુલન્સનો ડ્રાઈવર બહુમાળી ચોક નજીક જ એમ્બુલન્સને મૂકીને નાછી છૂટ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મીડિયા દ્વારા એમ્બુલન્સના ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નાસી છૂટ્યો હતો અને મીડિયા સમક્ષ કંઈ પણ બોલ્યો નહોતો. ત્યારે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે, રેલવે સ્ટાફની એમ્બુલન્સમાં દર્દી અને તેમના પરિવારજનોને અધવચ્ચે તરછોડવાની ઘટના સામે આવી છે. તો દર્દી સાથે અન્ય કોઈ ગંભીર બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ તેવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દર્દીનું નામ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ હવે જોવાનું એ રહેશે કે, રેલવે તંત્ર દ્વારા એમ્બુલન્સના ડ્રાઈવર વિરૂદ્ધ ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details