ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા, હાઇવે ઉપર ડુંગળી ફેંકી ચક્કાજામ કર્યો

થોડા દિવસ પહેલાં જે ડુંગળી લોકોને રડાવતી હતી તે આજે ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના પુરતા ભાવ ન મળતા ગોંડલના ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં રોષે ભરાયેલા ખેડૂતોએ હાઇવે પર ડુંગળી નાંખીને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યાં હતા.

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા
ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 4:58 PM IST

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલના ખેડૂતો વિફર્યા

રાજકોટ:સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ગોંડલ યાર્ડમાં ખેડૂતો રોષે ભરાયા હતાં. યાર્ડમાં આવેલા ખેડૂતોએ હાઇવે પર ડુંગળી નાંખીને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી શરૂ થઈ હતી પણ ભાવ ગગડી જતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ખેડૂતોએ હાઇવે ઉપર ડુંગળી ફેંકી ચક્કાજામ કર્યો

ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ: ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના ઉત્પાદન સમયે ભાવ 600થી 8000 રૂપિયા પ્રતિ 20 કિલો હતો. જોકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા ભાવ અચાનક ઘટીને 200થી 300 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા

ડુંગળીના ભાવ ગગડ્યાં: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ 13 તારીખે રાત્રે ડુંગળીની આવક શરૂ કરી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 13 તારીખે રાત્રે ડુંગળીના 80 હજાર કટ્ટાની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર ફેંકી દીધી હતી અને તમામ ખેડૂતો હાઇવે પર ઊતરી આવ્યા હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો હતો. એક ખેડૂતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, શહેરોનાં બજારમાં ડુંગળી પ્રતિ કિલો રૂપિયા 50થી 60મા વેચાઈ રહી છે. જ્યારે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.

ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા

સરકારની ખોટી નીતિ:ખેડૂતોનો આરોપ છે કે, સરકારની ખોટી નીતિને કારણે દલાલો અને કમિશન એજન્ટો કમાઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, રાજકોટ જિલ્લામાં વર્ષ દરમિયાન કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને લઈને ખેડૂતોની હાલત કફોડી બની, ત્યારે થોડા દિવસ પહેલા થયેલ કમોસમી વરસાદને કારણે ધોરાજી પંથકમા કપાસના વાવેતરમાં નુકસાન ગયું હતું. ત્યાર બાદ ખેડૂતોએ ડુંગળીનુ વાવેતર કર્યુ હતું. ધોરાજીમાં મોટા પ્રમાણમા ડુંગળીનુ વાવેતર હોવાથી ડુંગળીના ભાવ થોડાક દિવસ 800 રૂપિયા મણના બોલાતા હતા જેથી ખેડૂતો ખુશ ખુશાલ હતાં અને પોતાના પાકના સારા ભાવ મળશે તેવી આશા બંધાયેલ, બીજી તરફ અચાનક કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી.

  1. ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
  2. ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથીઃ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ

ABOUT THE AUTHOR

...view details