- સોનાના દાગીના પર લગાવવામાં આવતા હોલમાર્કને લઈને નવા નિયમો જાહેર
- હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ
- સોની વેપારીઓને ભારે હાંલાકી
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના પર લગાવવામાં આવતા હોલમાર્કને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, ત્યારે આ નવા નિયમોને લઈને દેશમાં ઠેર-ઠેર સોની વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ સોની વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે, ત્યારે આવી જ સમસ્યા રાજકોટના સોની બજાર(market)માં જોવા મળી રહી છે. અત્યાર સુધી સોની વેપારીઓ જુના કાયદા મુજબ હોલમાર્ક કરી સોનાના ઘરેણાનું વહેંચાણ કરતા હતા પરંતુ હોલમાર્કના નવા નિયમોને લઈને સોની વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:દેશના 256 જિલ્લાઓમાં આજથી સોના પર અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં
સરકાર દ્વારા હોલમાર્ક પદ્ધતિ ઓનલાઇન કરવામાં આવી જાહેર
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં હોલમાર્કને લઈને નવા કાયદા મુજવ ઓનલાઇન પદ્ધતિથી દાખલ કરવામાં આવી છે. જેના કારણે સોની વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે હોલમાર્ક માટેની ઓનલાઇન પ્રોસેસ દરમિયાન વેબસાઈટ ખુલવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. જ્યારે હોલમાર્કમાં જટિલ પ્રક્રિયાના કારણે રાજકોટ સહિત દેશભરમાં સોની વેપારીઓમાં વિરોધનો શૂર જોવા મળી રહ્યા છે. હોલમાર્કના આ નવા નિયમોના કારણે હોલમાર્ક સેન્ટરમાં પણ 5 ગણું કામ ઓછું થવા લાગ્યું છે. જ્યારે અગાઉ એક દિવસમાં 500થી વધુ દાગીના પર હોલમાર્કની મોહર લાગતી જે હવે માંડ ઘટીને 100 સુધી પહોંચી છે.