- ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનો વિરોધ
- ગુંદાળા દરવાજા પાસે અને માંડવી ચોક ખાતે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ
- ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ દ્વારા વિવાદિત નિવેદન બદલ તેનો કરવામાં આવી રહ્યો છે વિરોધ
રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં મુસ્લિમ સમાજે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા અનેક જગ્યાએ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનું પૂતળું સળગાવી વિરોધ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનું પૂતળાનું દહન કરી વિરોધ
મહંમદ પેગમ્બર સાહેબનાં વિવાદિત કાર્ટુન ક્લાસમાં દેખાડનારા શિક્ષકની હત્યા બાદ મૅક્રોએ મહંમદ પેગમ્બર સાહેબનું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતા મુસ્લિમ સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોંડલમાં ગુંદાળા દરવાજા પાસે અને માંડવી ચોક ખાતે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનું પૂતળું સળગાવી મુસ્લિમ સમુદાએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ગોંડલમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનું પૂતળું સળગાવી વિરોધ
આ પણ વાંચોઃ સુરતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધમાં રસ્તા ઉપર લાગ્યા પોસ્ટર...
મેગેઝિન ચાર્લી હેબ્ડો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ અનેક દેશોમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ ભોપાલ, મુંબઇ બાદ હવે સુરતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુરતના અઠવા વિસ્તારમાં અનેક રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો
પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. જુમ્મા મસ્જિદ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ મસ્જિદના પગથિયા પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો લગાવી તેના પરથી ચંપલ પહેરી પસાર થઈ વિરોધ દર્શાવ્યો હતો.