ગુજરાત

gujarat

ETV Bharat / state

તમે પાક વિમા મુદ્દે ક્યારે જોયો છે આવો વિરોધ, તો જુઓ જોઇને તમે પણ દંગ રહી જશો - GOVETRNMENT

રાજકોટ: ધોરાજીમાં ખેડૂતે પોતાના જ ખેતરમાં ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ યોજીને સરકારની આંખ ખોલવાના પ્રયાસો કર્યા હતાં. જેને લઇને સરકારને પાક વિમો ચુકવવા અંગેનું સુચન કર્યું હતું.

ખેડૂતે પાક વિમા મુદ્દે યોજ્યો અનોખો વિરોધ

By

Published : Nov 22, 2019, 2:00 AM IST

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતનો મગફળીનો પાકમાં નુકસાન થતાં તેને પાક બાળી નાખ્યો હતો અને ત્યારબાદ અન્ય ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે સમાધિ લેવાનો કાર્યક્રમ કર્યો હતો.

ખેડૂતે પાક વિમા મુદ્દે યોજ્યો અનોખો વિરોધ

ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરા, સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું, ત્યારબાદ પણ અન્ય આગેવાનો, ખેડૂત અગ્રણી દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પાક નિષ્ફળ જતા પેકેજ જાહેરાત કર્યું હતું પણ અત્યાર સુધી સરકારે કરેલ જાહેરાતનું અમલીકરણ કર્યુ નથી અને ખેડૂતો સુધી આ રાહત પેકેજ પણ પહોંચ્યું નથી, ત્યારે ધોરાજીનાં અન્ય એક ખેડૂતે સોયાબીનનું વાવેતર કર્યુ હતું જે દસ વીઘામાં વાવેતર કરેલ, જે પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે પાક નિષ્ફળ ગયુ હતું. જેમાં એક વીઘે વાવેતરનો ખર્ચ ૧૨૦૦૦ હજાર નો ખર્ચ થાય છએ હાલમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે, ત્યારે હવે નવા વાવેતર માટે ખેડૂત પાસે રૂપિયા રહ્યાં નથી જેથી પાક વિમા મુદ્દે અને સરકાર દ્વારા રાહત પેકેજ જે જાહેર કરેલ છે તેને તાત્કાલીક ખેડૂતોને આપવામા આવે જેથી શિયાળુ પાક લેવાં માટે ખેડૂતોને રાહત રહે, જેથી સરકાર સુધી વાત અને માંગણીને લઈને આજરોજ ધોરાજીનાં ખેડૂતે પોતાની જ વાડીમાં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો અને ૧૦૦ ટકા વિમો તાત્કાલિક ખેડૂતોને મળે તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details