ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં અવર-જવર માટે માત્ર બે જ રસ્તાઓનો ખુલ્લા મુકાયા - ગુજરાતમાં કોરોના

લોકડાઉનનો કડક અમલ કરાવવા ગોંડલ પોલીસે રણનીતિ બદલી છે. વગર કામે રોડ પર નીકળી પડતા લોકો પર અંકુશ મુકવા માત્ર બે જ માર્ગોને આવન જાવન માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બીજા રસ્તાઓ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

only-two-rpad-open-for-transportation
ગોંડલમાં અવર-જવર માટે માત્ર બે જ રસ્તાઓનો ખુલ્લા મુકાયા

By

Published : Mar 31, 2020, 7:28 PM IST

રાજકોટ: 25માર્ચથી 21 દિવસ સુધી લોકડાઉન શરૂ થયું ત્યારથી અનેકવાર વાહનચાલકોને બિનજરૂરી રીતે રસ્તા ઉપર ના નીકળવા પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ ઘણા વાહનો ખોટી રીતે રખડપટ્ટી કરતાં હોવાની વ્યાપક ફરિયાદો ધ્યાને આવતા આવન-જાવન માટે હવેથી શહેરના માત્ર બે જ મુખ્યમાર્ગ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં શહેરની પૂર્વ તરફ એ મોવિયા ચોકડી અને પશ્ચિમ તરફ ગુંદાળા ચોકડી ખુલ્લી રાખવામાં આવી છે. આ સિવાયના તમામ માર્ગો બંધ કરાયા છે. આ અંગે મેડિકલ અને પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે.

લોકડાઉનના આઠ દિવસ દરમિયાન પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 94 કેસ તેમજ 648 વાહન ડિટેઇન કરવાના કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા કાળા બજાર કરવામાં આવી રહી હોવાની પણ ફરિયાદો મળી રહી છે. આ અંગે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કાળાબજારિયાઓને પણ કાયદાનું ભાન કરાવવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ABOUT THE AUTHOR

...view details