ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ભણાવા દરરોજ માત્ર 1 GB ડેટા અપાય છે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. એવામાં ભારતમાં પણ કોરોનાને કારણે આર્થિક તંત્ર ખોરવાયું છે. જ્યારે કોરોનાને લઈને ભારતભરમાં મોટાભાગની શાળાઓ કોલેજો દ્વારા ઓનલાઈ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણવામાં આવી રહ્યા છે. જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણાવા માટે દરરોજ માત્ર 1 GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ભણાવા દરરોજ માત્ર 1 GB અપાય છે ડેટા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ભણાવા દરરોજ માત્ર 1 GB અપાય છે ડેટા

By

Published : Dec 23, 2020, 3:43 PM IST

Updated : Dec 23, 2020, 3:49 PM IST

  • કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ભણાવા દરરોજ માત્ર 1 GB ડેટા અપાય છે
  • અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ આપવામાં આવે તેવી માગ

રાજકોટઃ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. એવામાં ભારતમાં પણ કોરોનાને કારણે આર્થિક તંત્ર ખોરવાયું છે. જ્યારે કોરોનાને લઈને ભારતભરમાં મોટાભાગની શાળાઓ કોલેજો દ્વારા ઓનલાઈ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણવામાં આવી રહ્યા છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ હાલ કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ભણાવા માટે પ્રોફેસરોને દરરોજ 1 GB ડેટા આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

ઓનલાઈન ભણવા માટે દરરોજ 1GB ડેટા!

રાજ્યમાં અન્ય યુનિવર્સિટીની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના માટે દરરોજ 1GB ઈન્ટરનેટ ડેટા પ્રોફેસરોને આપવામાં આવે છે. જેને લઈને અમૂક સમયે અડધો લેક્ચર લેવાનો બાકી હોય અને ઈન્ટરનેટનો ડેટા પૂર્ણ થઇ ગયો હોય તો ક્લાસ અડધેથી જ પૂર્ણ કરી દેવો પડે છે. જેથી યુનિવર્સિટીમાં ઈન્ટરનેટ પૂરું થઇ જવાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે.

અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ આપવામાં આવે તેવી માગ

ઓનલાઈન શિક્ષણ સમયે પ્રોફેસરોને જ્યારે લેક્ચર લેવાનો બાકી હોય અને અધવચ્ચે જ ઈન્ટરનેટ પૂર્ણ થઈ જાય છે. જેને લઈને પ્રોફેસર અને વિદ્યાર્થીઓ બન્નેનો સમય બગડે છે અને ભણતર પણ અધૂરું રહી જાય છે, ત્યારે યુનિવર્સિટી તરફથી જે 1 GB જેટલું ઈન્ટરનેટ અધ્યાપકોને વાપરવા મળે છે તે પૂરતું ન હોવાનું અને કેમ્પસના અધ્યાપકોને અનલિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ આપવામાં આવે તેવી માગ અધ્યાપક મંડળે કુલપતિને કરી છે.

Last Updated : Dec 23, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details