- કિસાન રેન્ક ટ્રેન દ્વારા ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનમાં થઈ રહ્યો છે ફાયદો
- પાંચમીવાર સિલિગુડી માટે ડુંગળી ભરીને ટ્રેન રવાના થશે
- 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી રહી છે
આ પણ વાંચોઃબજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો, 1 કિલોના ભાવ 60 રૂપિયા
રાજકોટઃ જીલ્લાના ધોરાજીમાંથી ફરી એકવખત એટલે કે આઠમી વખત કિસાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ અન્ય રાજ્યમાં કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ વખત ગૌહાટી અને ચાર વખત સિલિગુડી ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. જ્યારે ફરી એક વખત અને પાંચમી વાર સિલિગુડી ડુંગળી ભરીને ટ્રેન રવાના થશે. જેમાં 550 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવેલી છે. ખેડૂત અગ્રણી દિપકભાઈ વ્યાસના જણાવ્યા અનુસાર પહેલા જે ડુંગળીના ભાવો હતાં તેનાંથી અડધા ભાવો હાલ ડુંગળીના થઈ ગયાં છે. સરકારે એવી કોઈ યોજના આપવી જોઈએ જેથી ખેડૂતોને MSPની જેમ ટેકાના ભાવો મળી રહે. જેથી ખેડૂતોને બચત થાય અને ખેડૂતો ડુંગળીનુ વધું વાવેતર કરી અને વધુ ઉપજ લઈ શકે.