- ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમણી આવક
- લાલ ડુંગળીના 90 હજાર કટ્ટા આવક નોંધાઇ
- સફેદ ડુંગળીની 12 હજાર કટ્ટાની આવક નોંધાઇ
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ તરીકે ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બમણી નોંધાઇ હતી. જેમાં લાલ ડુંગળીના 90 હજાર કટા તેમજ સફેદ ડુંગળીની 12 હજારકટ્ટાની આવક નોંધાઇ છે. જ્યારે વાહનો થપા જોવા માળિયા હતા અને 4 કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી હતી. રાત્રીના સમયએ ડુંગળીની આવક શરૂ કરતાં અંદાજે 1 લાખ કરતા વધુ ડુંગળીના ભારીની આવક થઇ હતી.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમણી આવક નોંધાઇ ડુંગળીની આવક બંધ કરાઇ
ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી, સહિતના અલગ-અલગ 15થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે આવ્યા છે. જેમાં લાલ ડુંગળીના 90 હજાર કટ્ટાતેમજ સફેદ ડુંગળીની 12 હજાર કટ્ટાની આવક થઈ છે. જ્યારે લાલ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 101/-થી લઈને 700/- સુધીના હરરાજીમાં બોલાયા હતા. તો બીજી તરફ સફેદ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 131/-થી લઈને 341/- સુધીના બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની બમણી આવકના કારણે હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.