ગુજરાત

gujarat

ETV Bharat / state

Onion Price in Saurashtra : સૌરાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ગગડવાનું કારણ આ પણ હોઇ શકે, ડુંગળીની નિકાસની આંટીઘૂંટી

ગરીબોની કસ્તૂરી ડુંગળી આ સાલ ખેડૂતોને રોવડાવી રહી છે. સૌરાષ્ટ્રમાં મોટાપ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે અને સારી ગુણવત્તાની ડુંગળી સારા ભાવ પણ અપાવતી હતી. પણ આ વર્ષે ડુંગળી પકવતાં ખેડૂતો માટે નિરાશાજનક ચિત્ર સર્જાયું છે. ત્યારે રાજકોટમાં આવું કેમ થઇ રહ્યું છે તે વિશે ખાસ તપાસ કરતાં એક કારણ સામે આવી રહ્યું છે.

Onion Price in Saurashtra : સૌરાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ગગડવાનું કારણ આ પણ હોઇ શકે, ડુંગળીની નિકાસની આંટીઘૂંટી
Onion Price in Saurashtra : સૌરાષ્ટ્રમાં ડુંગળીનો ભાવ ગગડવાનું કારણ આ પણ હોઇ શકે, ડુંગળીની નિકાસની આંટીઘૂંટી

By

Published : Feb 27, 2023, 5:52 PM IST

ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ડુંગળીની નિકાસ અન્ય રાજ્યોમાં ઘટી છે

રાજકોટઃ હાલમાં સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ડુંગળીના ભાવ ખેડૂતોને નહિ મળવાના કારણે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને તેનો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. એવામાં આ ડુંગળીના ભાવ ઘટનાનું સાચું કારણ બહાર આવ્યું છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાંથી મોટાપ્રમાણમાં ડુંગળી અન્ય રાજ્યોમાં જતી હતી પરંતુ આ રાજ્યોમાં હાલમાં ડુંગળીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થયું છે. જેના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ડુંગળીની નિકાસ અન્ય રાજ્યોમાં ઘટી છે. જેની સીધી અસર ડુંગળીના ભાવ પર જોવા મળી રહી છે.

રાજકોટ યાર્ડમાંથી મોટાપાયે થતી નિકાસ : અગાઉની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી દૈનિક 5થી 7 ટ્રક ભરીને ડુંગરી અન્ય રાજ્યોમાં તેમજ બાંગ્લાદેશ સહિતના દેશોમાં પણ નિકાસ થતી હતી. જયારે હાલમાં બે ત્રણ દિવસે એક ટ્રક માંડ ડુંગળીની નિકાસ થાય છે. આ સાથે જ રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં થયું છે. જેના કારણે મોટાપ્રમાણમાં ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. એવામાં ડુંગળીના ભાવ ઘટવાનું આ પણ મુખ્ય કારણ છે. બીજી તરફ ખેડૂતોને ડુંગળીમાં પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા જેના કારણે વિરોધ વધ્યો છે.

આ પણ વાંચો Onion Price MSP: ડુંગળીના ભાવ 2 રૂપિયે કિલો મળતા દિલ્હીમાં પડઘા, શક્તિસિંહના સણસણતા પ્રહાર

હાલ યાર્ડમાં દૈનિક 6 હજાર મણ ડુંગરીની આવક : ડુંગળીને લઈને રાજકોટ યાર્ડના વહીવટી અધિકારી રાજુભાઈ ગજેરાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત દૈનિક 6 હજાર મણ ડુંગરીની આવક થાય છે. જ્યારે અત્યારે ડુંગળીના 20કિલોગ્રામના રૂ.100થી 150ના ભાવ મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં રાજકોટ, જામનગર તેમજ મોરબી જિલ્લાના ખેડૂતો ડુંગળી વેચવા માટે આવે છે. એવામાં આ વર્ષે ડુંગળીના ભાવ ઘટવાનું કાર જણાવતા રાજુભાઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આ વખતે ડુંગળીનું પ્રમાણ પુષ્કળ વધ્યું છે અને ત્યાંની ડુંગળી ક્વોલિટીમાં પણ સારી છે. જેના કારણે ગુજરાતમાં ડુંગળીના ભાવ ઘટયા છે.

ગરીબોની કસ્તૂરી ડુંગળી આ સાલ ખેડૂતોને રોવડાવી રહી છે

ગયા વર્ષે રૂ.400થી 600 મળતા ડુંગરીના ભાવ :રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કલકત્તા, જમ્મુ કાશ્મીર અને બાંગ્લાદેશમાં પણ ડુંગળી નિકાસ કરવામાં આવતી હતી. જ્યારે આ વખતે અન્ય રાજ્યોમાં પણ ડુંગળી સારા એવા પ્રમાણમાં થઈ છે અને તેની ક્વોલિટી પણ સારી છે જેના કારણે ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ ઘટી છે. આ તમામ બાબતોને લઈને ડુંગળીના ભાવ ખૂબ જ ઘટયા છે. જ્યારે ગત વર્ષે 20 કિલોગ્રામ ડુંગળીના ભાવ રૂ.400થી 600 સુધીના ખેડૂતોને મળતા હતા. જે આ વર્ષે માત્ર રૂ.100થી લઈને 150 પર પહોંચ્યા છે. આ કારણોસર ખેડૂતોને પોતાનો માલ ઢોરને ખવડાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો Onion Farmers Ire in Rajkot : ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પોષણક્ષમ ભાવ નહીં મળતા તૈયાર મોલને પશુઓ માટે ખુલ્લો મૂક્યો

નબળી ક્વોલિટીની ડુંગરીના ભાવ 30થી 40: ખેડૂત : આ અંગે ખેડૂત આગેવાન ધર્મેશ પટેલે ETVને જણાવ્યું હતું કે હાલમાં યાર્ડમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નબળી ગુણવત્તાની ડુંગળી 20 કિલોના ભાવ રૂ.30થી 40 મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતના હાલમાં એક પણ રૂપિયો વધતો નથી. જેનું કારણ છે કે ખેડૂતોને ખેતરમાંથી ડુંગળી કાપવાનો ખર્ચો, ખેતરથી યાર્ડ ખાતે લાવવાનો ખર્ચો, વજન કરાવવાનો ખર્ચો અને છેલ્લે બરદાનનો ખર્ચો આ તમામ ખર્ચાઓ કાઢીએ તો પણ ખેડૂતોને હાલમાં કે ભાવ મળી રહે છે તેમ કંઈ વધે એમ નથી. જેના કારણે ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે અથવા પોતાનો પાક ઢોરને ખવડાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details