પોષણક્ષમ ભાવ મળે તે માટે ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર ખેડૂતોએ આ વર્ષ ડુંગળીનું સારું એવું વાવેતર કર્યું છે. પરંતુ વાવેતર બાદ ખેડૂતોને ખર્ચ તેમજ વેચાણ માટે લઈ જવા માટેનો પણ પૂરતો ખર્ચ નથી મળતો તેવી બાબત સામે આવતા ખેડૂતો નારાજ છે. વર્તમાન સમયમાં ડુંગળીનો પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરમાં રહેલી ડુંગળીઓને પશુઓને ચરવા માટે ખુલ્લી મૂકી દીધું હોવાનું સામે આવ્યું છે. આ સાથે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોને પરવડે અને નુકસાની ન આવે તેવા ભાવ નક્કી કરીને સરકારે ખેડૂતોને બચાવવા જોઈએ તેવું જણાવ્યું છે.
ખેતરમાં ઘેટાબકરા અને પશુઓને ચરવા માટે ખુલ્લો મૂકી દીધા પ્રતિ મણ 20 રુપિયાનો ભાવ બોલાયો હતો :આ વર્ષ ડુંગળીના ભાવની અંદર જોઈએ તો નીચામાં નીચો ભાવ 50 રૂપિયા જેવો હરાજીની અંદર બોલાતો હોય છે જ્યારે ઊંચામાં ઊંચો ભાવ 150 રૂપિયા સુધી બોલાતા હોવાનું પણ સામે આવ્યો છે. થોડા દિવસ પૂર્વે જ રાજકોટ જિલ્લાની જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો પ્રતિમણ એટલે કે 20 કિલોનો 20 ભાવ બોલાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોએ ડુંગળી વેચવાની મનાઈ કરી દીધી હતી.
આ પણ વાંચો Bhavnagar news: ડુંગળીના ભાવ તળિયે જતા ભાજપના જ કિસાન મોરચાએ સીએમને લખ્યો પત્ર
ઘેટા બકરાને ચરવા માટે ખુલ્લુ મૂકાયું: આ પરિસ્થિતિમાં આ ડુંગળીને ખાતર તરીકે તેમજ લોકોને મફત વેચવાની અને પશુઓને ચરવા માટે આપી દેવાની પણ વાત કરી હતી. ત્યારે રાજકોટ જિલ્લામાં થયેલા ડુંગળીના વાવેતર બાદ ખેડૂતોને થતા નુકસાન અંગે ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પોતાના ખેતરમાં તૈયાર થયેલ ડુંગળીના મોલને પશુઓ અને ઘેટા બકરાને ચરવા માટે ખુલ્લુ મૂકી દઈ અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
ખર્ચ પણ વસૂલ નથી થતો : ડુંગળીના પોષણ ભાવ નહીં મળતા રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકના ખેડૂતોએ નુકસાની સહન કરવાને બદલે રોષ સાથે સરકારથી નારાજ થઈ ખેતરમાં તૈયાર થયેલી ડુંગળીના મોલને પશુઓને ચડવા માટે ખુલ્લું મૂકી દીધું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતે રોષ સાથે જ જણાવ્યું છે કે ખેતી ખર્ચ તેમજ મોંઘા ભાડા અને બિયારણના ભાવ સામે કરેલો ખર્ચ પણ વસૂલ નથી થતો અને સામે નુકસાની વેચવાનો વારો આવે છે. નુકશાની જણાતા રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘેટાબકરા અને પશુઓને ચરવા માટે ખુલ્લો મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Bhavnagar Marking Yard: મહુવાના ખેડૂતોની મહેનત પાણીમાં, ડુંગળીના ભાવ તળીયે
પોષણક્ષમ ભાવ જોઇએ : વર્તમાન સમયમાં ડુંગળીના પૂરતા અને સતોષકારક ભાવ ન મળતા હોવાની બાબતે ખેડૂતોએ જણાવ્યું છે કે ડુંગળીનો ખેડૂતોને 200 ઉપર ભાવ મળે તો જ તેમને ભાવ પરપડે તેમ છે. આ સાથે ખર્ચ બાબતે તેમને જણાવ્યું છે કે મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ, મોંઘી મજૂરીઓ, મોંઘો ખેતી ખર્ચ અને મોંઘા ભાડાઓ ચૂકવ્યા છતાં પણ પોષણક્ષમ ભાવ નથી મળતો જેના કારણે ખેડૂતોની આવક કરતા ખર્ચ વધી જાય છે તેવું જણાવ્યું છે. વર્તમાન સમયના ભાવો પોસાઈ તેમ નથી જેથી કરીને સરકારે ખેડૂતોને પોષણક્ષમ અને સંતોષકારક ભાવ મળે તેવી સરકાર પાસે પણ આ ખેડૂતોએ માંગ કરી છે.