ઉલ્લેખનીય છે કે, રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના માત્ર 4 દલાલ હતા. જેને લઈને યાર્ડ ખાતે ડુંગળી વહેંચવા આવતા ખેડૂતોની ડુંગળી અઠવાડિયા સુધી પડી રહેતી અને કેટલીક વાર તો હરાજી વગર જ ડુંગળી બગળી જતી. આ સાથે જ જૂના યાર્ડ ખાતે ડુંગળીની હરાજી થયા બાદ પણ ખેડૂતોને રૂપિયા મોડા મળતા જેને લઈને મોટાભાગના ડુંગળીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ જતા હતા.
રાજકોટ નવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ, રૂપિયા 1400 સુધીના ભાવ બોલાયા - Rajkot New Marketing Yard
રાજકોટ: શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી મંગળવારે વિધિવત રીતે ડુંગળીની હરાજી શરૂ કરવા આવી છે. જેને લઈને યાર્ડમાં પ્રથમ દિવસે જ ડુંગળીના મણે રૂપિયા 1 હજારથી 1400 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. પ્રથમ દિવસે જ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ડુંગળી વહેંચવામાં માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ખેડૂતોની મુશ્કેલી જોઈને યાર્ડના સત્તાધિશો દ્વારા ડુંગળીની હરાજી જુના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બંધ કરીને બેડી ખાતેના યાર્ડમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો આજે પ્રથમ દિવસ હતો. ઉલ્લેખનીય છે કે બેડી યાર્ડ ખાતે ડુંગળીના 200 કરતા વધારે દલાલો છે. તેમજ અહીં સીસીટીવી કેમેરાથી સજ્જ છે. યાર્ડમાંથી ખેડૂતોનો માલ ચોરાઈ જવાની સંભાવના નહિવત છે. આ સાથે જ ખેડૂતોને ડુંગળીની હરાજી બાદ ઝડપી રૂપિયા પણ મળી શકે તેવી વ્યવસ્થા છે. જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.