રાજકોટ: ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં વોકળા ઉપર બાંધેલો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ મામલે વધુ કાર્યવાહી થાય ત્યાં જ્યુબેલી બાગ નજીક આવેલી શાકમાર્કેટ પાસે આવેલા વોકળાનો સ્લેબ પણ બેસી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ વોકળા ઉપર દુકાનો સહિતના કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોકળાનો સ્લેબ બેસી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાની જાણ મનપાના તંત્ર અને ફાયર વિભાગને થતાં મનપા અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથીય
વોકળા પર વર્ષ 1995માં કરાયું છે બાંધકામ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જ્યુબેલી બાગ નજીક લોટરી બજાર આવેલી છે. આ લોટરી બજાર લોકોથી ધમધમતી હોય છે. અહીં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે વર્ષ 1995ની આસપાસ અહીંયા વોકળા ઉપર સ્લેબનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને દુકાનો સહિતની વસ્તુઓનું નિર્માણ કરાયું હતું. ત્યારે આજે અચાનક એકથી બે દુકાનોમાં તળિયું નીચે બેસી ગયું હતું. જ્યારે આ દુકાનો વોકળા ઉપર હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ પ્રકારની ઘટના બનતા મનપા તંત્ર થતા ફાયર વિભાગનો સ્ટાફ બનવ સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.