રાજકોટ: જિલ્લામાં કુલ 59 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી આજ દિન સુધી કુલ 16 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. જ્યારે હાલ 41 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટમાં કોરોનાને હરાવનાર 16મા દર્દીને હોસ્પિટલમાંથી મળી રજા - રાજકોટમાં કોરોનાને મ્હાત આપનાર 16માં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 59 કોરોના પોઝિટિવ દર્દીઓ નોધાયા છે. આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓની તબિયત સ્થિર છે. ગત 15 એપ્રિલના રોજ 33 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો. દર્દીને 30 એપ્રિલના રોજ સંપૂર્ણ સ્વસ્થ્ય જાહેર કરવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
![રાજકોટમાં કોરોનાને હરાવનાર 16મા દર્દીને હોસ્પિટલમાંથી મળી રજા રાજકોટમાં કોરોનાને મ્હાત આપનાર 16માં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7007965-thumbnail-3x2-ff.jpg)
રાજકોટમાં કોરોનાને મ્હાત આપનાર 16માં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ
જ્યારે અત્યાર સુધીમાં રાજકોટમાં એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે રાજકોટના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાંથી જ 40 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અહીં મોટાભાગના લોકોને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. અહીંના લોકો કોરેન્ટાઈનનો ભંગ ન કરે તે માટે પોલીસ પણ ચૂસ્તપણે લોકડાઉનનો અમલ કરાવી રહી છે.