રાજકોટ : ગોંડલના ભોજરાજપરામાં મોરા કુવા પાસે રહેતા વિનોદભાઈ બચુભાઈ રૈયાણી અને તેમના પત્ની હંસાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના ગોંડલમાં વધુ એક દંપતી કોરોના પોઝિટિવ - corona positive in gondal
રાજ્યમાં કોરોના વાઇરસ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે, ત્યારે ગોંડલ તાલુકામાં વધુ એક દંપતી કોરોના પોઝિટિવ આવ્યું હતું. જેના પગલે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલમાં વધુ એક દંપતી કોરોના પોઝિટિવ
આ તકે પ્રાથમિક પૂછપરછમાં હજુ સુધી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી નથી. જેના પગલે આ દંપતી કઈ રીતે કોરોના પોઝિટિવ થયું તે અંગે આરોગ્ય તંત્રએ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા અક્ષરધામ સોસાયટી રાધાકૃષ્ણ નગરમાં રહેતું દંપતિ કોરોના પોઝિટિવ આવ્યું હતું. જેની ટ્રાવેલ હિસ્ટ્રીમાં અમદાવાદથી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આજના આ કેસમાં છેલ્લા દસ દિવસની આ દંપતીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.