ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ફરી એકવાર આયુષ્યમાન કૌભાંડ સામે આવ્યું, 9 હજાર નકલી કાર્ડ કરાયા જપ્ત - રાજકોટમાં આયુષ્માન યોજના કૌભાંડ

રાજકોટ: શહેરમાં ફરી એકવાર નકલી આયુષ્માન કૌભાંડની ઘટના સામે આવી છે. જેમાં અંદાજીત 9 હજાર બોગસ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા જિલ્લા અધિકારીએ તાત્કાલિક તપાસ કાર્યવાહી હાથ ધરી હતી

rajkot
રાજકોટ

By

Published : Jan 9, 2020, 6:13 PM IST

રાજકોટ જિલ્લામાં અંદાજિત 9 હજાર બોગસ આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે. જેમાં એક જ IDનો ઉપયોગ કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ એક જ પરિવારના 200થી વધુ લોકોના નામ જોડીને નવા કાર્ડ કાઢી આપવાની વિગતો બહાર આવી હતી. જેની જાણ જિલ્લા અધિકારીને થતાં તેમણે તાત્કાલિક કૌભાંડ આચરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તાત્કાલિક 9 ઓપરેટરોનેને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા.

રાજકોટમાં ફરી એકવાર આયુષ્યમાન કૌભાંડ આવ્યું સામે

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનું કૌભાંડ ફરી એકવાર સામે આવતા જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ કૌભાંડ અંગેની ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details