ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ઘોઘાવદર રામોદ વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત - Gondal Government Hospital

ગોંડલ રામોદ રોડ પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઘોઘાવદર પાસે ડીઝલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ અને નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું.

rajkot
ગોંડલ

By

Published : Jan 22, 2020, 11:35 PM IST

રાજકોટ : ગોંડલથી પંદર કિલોમીટર દૂર રામોદ ગામ પાસે GJ01 UU 9234 ડીઝલ ભરેલા ટેન્કર અને GJ03 DV 2619 ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર રોડ પર પલ્ટી મારી ગયું હતું. તેમજ ડીઝલની રોડ પર રેલમછેલમ થઈ ગઇ હતી.

રાજકોટ ઘોઘાવદર રામોદ વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

આ અકસ્માતમાં ટેન્કર ચાલક વિપુલ બાવકુભાઈ કોલા જેની ઉંમર 38 વર્ષ છે, જે ભાવનગરના રહેવાસી છે, તેનું મોત નીપજયું હતું. ત્યારે મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ડીઝલની રોડ પર રેલમછેલમ બોલી હોવાથી વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે અકસ્માત સ્થળથી બંને સાઇડ વાહનોની કતારો જામી ગઇ હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસનો કાફલો તેમજ ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details