- રોડ ક્રોસ કરતા ડબલ સવારી બાઈકને નડ્યો અકસ્માત
- અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
- મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
મોરબી : પીપળી રોડ પર અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડબલ સવારી બાઈક સવારને રીક્ષા સાથે ટક્કર થતા બંને યુવાનો પડી ગયા હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકનું વ્હીલ બાઈકમાં પાછળ બેઠેલ યુવાન પર ફરી વળતા કરુણ મોત થયું હતું.