રાજકોટઃ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ તથા DYSP ગોંડલ પી.એ. ઝાલા તરફથી દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે ગોડલ સિટી પોલીસ સ્ટેશનના નવનીયુક્ત PI એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
ગોંડલના વોરા કોટડા રોડ પરથી દેસી દારૂની ભઠ્ઠી સાથે એક આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લા પોલીસે મળેલી બાતમીને આધારે પેટ્રોલીંગ કરીને દારૂ ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. તેમજ તપાસ દરમિયાન 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી હતી.
ગોંડલ
આ દરમિયાન જયદિપસિંહ ચૌહાણને મળેલી માહિતીને આધારે વોરાકોટડા રોડ પંચ પીરની ધાર પાસે આરોપી જ્યોતીષ રાઠોડના ઘરેથી દેસી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડી હતી. તપાસ દરમિયાન પોલીસે દરૂ બનાવવાના સમાનની સાથે દેસી દારૂ સહિત કુલ 11700નો મુદ્દામાલ ઝડપ્યો હતો. તેમજ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.