ગુજરાત

gujarat

ETV Bharat / state

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન, રાહદારીઓએ અનુભવી રાહત - રસ્તાઓ ઉપર ખાડા

રાજકોટઃ ચોમાસાના કારણે મોટાભાગના રસ્તાઓ ચંદ્રની ધરતી સમાન બન્યા છે. માર્ગો પર પડેલા ખાડાઓથી રાહદારીઓ પરેશાન થયા છે. આ વચ્ચે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ખરાબ રસ્તા ઉપર પહોંચી જઈ તાત્કાલીક રિપેરિંગ કામ શરુ કરાવ્યુ હતું. જસદણ-રાજકોટ વચ્ચેના હાઈવેનું સમારકામ થવાથી વાહનચાલકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન,રાહદારીઓએ અનુભવી રાહત

By

Published : Sep 15, 2019, 3:07 PM IST

ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા હતાં. રાજકોટ સહિતના આસપાસના ગામોના રસ્તાઓ ઉબડખાબડ થયા હતાં. વીંછીયા, જસદણથી રાજકોટ જવાનો હાઈવે બિસ્માર થવાથી વાહનચાલકોની સ્થિતિ કફોડી બની હતી.

રસ્તાનું રિપેરિંગ કરવા રસ્તા ઉપર ઉતર્યા કેબિનેટ પ્રધાન, રાહદારીઓએ અનુભવી રાહત

રવિવારે રાજ્યના કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. બાવળિયાએ જ્યાં ખાડા પડયા હતાં ત્યા પહોંચી PWDના અધિકારીઓને બોલાવ્યા હતાં. અધિકારીઓના માથે ઉભા રહી રસ્તાનું રિપેરિંગનુ કામ શરુ કરાવ્યુ હતુંં..

તેમના આ ઓન ધી સ્પોટ એક્શનથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ગણતરીના કલાકોમાં જ રસ્તાની મરામત થઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકો ખુશ થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details