રાજકોટ: રાજકોટમાં ઉત્તરાયણ પર્વના આનંદ વચ્ચે મોતના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. રાજકોટમાં એક બાળકનું દોરીથી ગળું કપાતા મોત થયું છે. આજીડેમ પોલીસ વિસ્તારમાં આવતા લોઠડા વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના બાળક ઋષભ અજય વર્માનું મોત નીપજ્યું છે. જેને લઈને રાજકોટમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો:Bike rider died kite string: વડોદરામાં બાઇક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત
ઘટના સ્થળે જ લોહી વહી ગયું: સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાળકના ગળામાં જીવલેણ દોરી ભરાતાં તેનું ઘટના સ્થળે જ ઘણું લોહી વહી ગયું હતું. જેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગળામાં સર્જરી માટે વોર્ડમાં ખસેડાતા ઓપરેશન દરમિયાન જ બાળકે દમ તોડ્યો હતો. જ્યારે બાળકનું મોત થતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. આ મામલે રાજકોગ આજી ડેમ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડવા તજવીજ કરી હતી.
આ પણ વાંચો:Junagadh Death on Uttarayan: તહેવારની ઉજવણી માતમમાં પરિણમી, બે યુવક અને એક યુવતીનુ ડૂબી જતા મોત અન્ય એક યુવક ગુમ
દિવસ દરમિયાન ત્રણના ગળા કપાયાની ઘટના: રાજકોટમાં ઉતરાયણ પર્વની વાત કરવામાં આવે તો દિવસ દરમિયાન ચાઈનીઝ દોરીથી વિવિધ વિસ્તારમાં ત્રણના ગળા કપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ગઈકાલે મોરબી રોડ પર આવેલ બેડી વિસ્તારમાં તરુણ રમીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ સમયે અચાનક જ તેના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા તેને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 29 જેટલા ટાંકા આવ્યા છે. આ સિવાય અન્ય બે વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા હતા.