રાજકોટઃ કોરોનાના નવા વોરિયન્ટએવા ઓમિક્રોનના (Omicron case in Rajkot ) બે પોઝિટિવ કેસ રાજકોટમાં સામે આવ્યા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના 76 એક્ટિવ છે. એવામાં હજુ પણ શહેરીજનો બેફિકર જોવા મળી રહ્યા છે. રાજકોટની વિવિધ બજારોમાં(Crowds of passengers in city bus )લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે સિટિબસોમાં (Rajkot city bus service ) પણ લોકો સોશિયલ, ડિસ્ટન્સનું પાલન નહિ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ લોકો ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
સીટી બસોમાં પ્રવાસીઓની ભીડ
શહેરમાં વિવિધ સ્થળોએ જોવા આવવા માટે મોટાભાગના શહેરીજનો સિટિબસોનો (Rajkot city bus service )સહારો લેતા હોય છે. એવામાં હાલ બીઆરટીએસ રૂટ પણ ઇલેકટ્રીક બસો શરૂ કરાઈ છે. આ સીટી બસોમાં પ્રવાસીની સંખ્યામાં બમણા પ્રમાણમાં જોવા મળી રહી છે. રાજકોટ બસોમાં કોરોનાની ગ્રાઇડલાઈનનું પાલન થતું નથી. શહેરમાં ઘણા બધા પ્રવાસી પણ માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિમાં કોરોનાના કેસ રાજકોટમાં વધી રહ્યા છે. જેને લઈને શહેરમાં કોરોનાનું સંક્રમણ સહેલાઈથી ફેલાઈ શકે છે.