ગુજરાત

gujarat

ETV Bharat / state

A unique funeral procession in Rajkot : રાજકોટમાં વાજતેગાજતે નીકળી 103 વર્ષીય વૃદ્ધની સ્મશાન યાત્રા, લોકોની ભીડ ઉમટી

રાજકોટમાં ઢોલનગારા સાથે 103 વર્ષીય વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે સૌપ્રથમ યોજાયેલી આવી અંતિમ યાત્રાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Amtim Yatra રાજકોટમાં વાજતેગાજતે નીકળી 103 વર્ષીય વૃદ્ધની સ્મશાન યાત્રા, લોકોની ભીડ ઉમટી
Amtim Yatra રાજકોટમાં વાજતેગાજતે નીકળી 103 વર્ષીય વૃદ્ધની સ્મશાન યાત્રા, લોકોની ભીડ ઉમટી

By

Published : Jan 21, 2023, 6:00 PM IST

લોકોની ભીડ ઉમટી

રાજકોટઃસામાન્ય રીતે લગ્ન પ્રસંગ કે પછી સારા પ્રસંગમાં ઢોલનગારાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ રાજકોટમાં તો એક વૃદ્ધની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવામાં આવી હતી. જી હાં, અહીં 103 વર્ષની વયે અવસાન પામેલા વૃદ્ધની લગ્નની જાનની જેમ ઢોલનગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચોવલસાડના કપરાડામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો થયા મજબૂર

લોકોની ભીડ ઉમટીઃરાજકોટના જામકંડોરણામાં 103 વર્ષની વયે કુદરતી રીતે અવસાન પામેલા વૃદ્ધની સ્મશાન યાત્રામાં ઢોલ-નગારા સાથે કાઢવામાં આવી હતી. રાજકોટમાં પ્રથમ વખત નીકળેલી આવી અંતિમ યાત્રાને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.

સૌપ્રથમ યોજાઈ આવી યાત્રાઃ જામકંડોરણામાં સૌપ્રથમ વખત વાજતેગાજતે એક વર્ષીય વૃદ્ધની સ્મશાનયાત્રા જોવા મળી હતી, જેમાં બાલધા પરિવારના ચાકુભાઈ હંસરાજભાઈ બાલધાનું કુદરતી રીતે અવસાન થયું હતું. ત્યારે તેમની અવસાન યાત્રા ઢોલનગારા સાથે કાઢવામાં આવી હતી. જામકંડોરણા શહેરના મુખ્ય માર્ગો પરથી આ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચોજીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી: લગ્ન સમયે આપલુ વચન અંતિમ યાત્રા સુધી પાળ્યુ

બાલધા પરિવારના વૃદ્ધનું થયું અવસાનઃ જામકંડોરણાના બાલધા પરિવારના જીવરાજભાઈ બાલધા તેમ જ ધીરૂભાઈ બાલધાએ પોતાના પિતાની લાંબુ આયુષ્ય જીવ્યા બાદ કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા આ 103 વર્ષના વૃદ્ધ દાદાની ઢોલનગારા સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે. જામકંડોરણા શહેરમાં સર્વપ્રથમ વખત ઢોલ નગારા સાથે નીકળેલી આસમસાન યાત્રાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતા હતા. સાથે જ ઢોલનગારા સાથે નીકળેલી 103 વર્ષના દાદાની આ સ્મશાન યાત્રામાં લોકો પણ જોડાયા હતા.

ઢોલનગારાનો ઉપયોગ સારા પ્રસંગમાં થાય છેઃ સામાન્ય રીતે સારા પ્રસંગમાં ઢોલનગારાનો ઉપયોગ કરાતો હોય છે, પરંતુ રાજકોટના આ વૃદ્ધ 100 વર્ષથી વધુ વયની ઉંમરે અવસાન પામ્યા હતા. એટલે પરિવારજનોએ ઢોલનગારા સાથે અંતિમ યાત્રા કાઢી હતી. આ યાત્રાના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.

ABOUT THE AUTHOR

...view details