રાજકોટઃ હાલમાં મોટાભાગની જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. એવામાં ફરી એક વખત સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગઈકાલે પણ સીંગતેલના ભાવ રૂપિયા 50નો વધારો નોંધાયો હતો. ત્યારે આજે ફરી એક વખત સીંગતેલ તેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો છે. જેના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલ સીંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂપિયા 2820થી 2870ની આસપાસ પહોંચ્યો છે.
સીંગતેલના ભાવથી પેટમાં તેલ રેડાયું, મહિલાઓએ કહ્યું, મોંઘવારીમાં વધુ એક ડામ ભાવમાં સતત વધારો: છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા 140નો વધારો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આજે સતત બીજા દિવસે સીંગતેલના 15 kgના ડબ્બે ભાવ રૂપિયા 50નો વધારો નોંધાયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 130થી 140 સુધીનો ભાવ વધારો નોંધાયો છે. જ્યારે હાલમાં બજારમાં સિંગતેલની સતત માંગ વધી રહી છે. એવામાં ચાઇના સહિતના દેશોમાં પણ સિંગતેલની નિકાસ થઈ રહી છે.
આ પણ વાંચો વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, સિંગતેલના ડબ્બે રૂપિયા 10 વધ્યા
ગૃહિણીઓનું બજેટ: આ સીંગતેલનો ભાવ ઉચકાયો હોવાનું તેલના વેપારીઓ માની રહ્યા છે. જ્યારે સતત ભાવ વધારાને લઈને ગૃહિણીઓનું પણ બજેટ પણ ખોરવાયું છે. તેલના ભાવ ઘટે તે જરૂરી છે: હંસાબેન સીંગતેલના ભાવ વધારાને લઈને હંસાબેન આઘેરાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ખાદ્યતેલ તેલના ભાવ સતત વધી રહ્યા છે. જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘી બની રહી છે. એવામાં સામાન્ય જનતા કરશે શુ, જ્યારે જમવાનું બનાવવા માટે તેલ જરૂરી છે. જ્યારે તેલનો ભાવ જો નીચો જશે તો સામાન્ય લોકોને રાહત થશે પરંતુ જો તેલનો ભાવ વધશે તો લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે. મોંઘવારી સત્તત વધી રહી છે.
આ પણ વાંચો ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે. જેની સામે અનાજના પણ ભાવ વધી રહ્યા છે. એવામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કઈ રીતે જીવન જીવે, જ્યારે મજૂરી કામ કરતા લોકો આ મોંઘવારીમાં ઘર કેવી રીતના ચલાવી શકે. એવામાં એક માણસ કમાવા વાળું હોય છે અને પાંચ જણા ખાવાવાળા હોય છે. ત્યારે ખાદ્ય તેલ અને અનાજનો ભાવ સતત વધી રહ્યો છે. જેના કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે ગરીબ માણસો પોતાના બાળકોને ભણાવે કે તેમના ખાવા માટેનો ખર્ચો પૂરો કરે.--જયાબેન મકવાણા (રાજકોટ, સ્થાનિક)