રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ગત વખતની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા અઠવાડિયામાં એક દિવસ સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે સોમવાર હોય ત્યારે રાજકોટના મેયર સીટી બસમાં, જ્યારે ડેપ્યુટી કમિશનર સાયકલમાં અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની કાર લઈને કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા હતા. એક દિવસ માટે સરકારી વાહનોનો ઉપયોગ પદાધિકારીઓ અને અધિકારીઓ ન કરે જેના કારણે પેટ્રોલ ડીઝલમાં પણ બચત થાય અને પ્રજાના પૈસા પણ વેડફાઈ નહીં તે માટે આ પ્રકારનો નિર્ણય કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જેનો આજે સોમવારના દિવસે અમલ કરવામાં આવ્યો હતો.
Rajkot News: રાજકોટ મનપાની નવી પહેલ, પદાધિકારીઓ અને અધિકારીઓએ આજે સરકારી વાહનનો ન કર્યો ઉપયોગ - Office bearers and officials of Rajkot
રાજકોટ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આજે સરકારી વાહનનો ઉપયોગ કર્યો ના હતો. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અઠવાડિયામાં એક દિવસ માટે કોર્પોરેશનના તમામ અધિકારીઓ પદાધિકારીઓ સરકારી વાહનનો ઉપયોગ નહીં કરે તે પ્રકારનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો.
Published : Oct 24, 2023, 9:23 AM IST
"હું પારેવડી ચોકથી 43 નંબરની બસમાં બેસી હતી. તેમજ ઢેબર રોડ ઉપર ભૂતખાના ચોક ખાતે આવેલા બસ સ્ટેન્ડમાં હું ઉતરી હતી. ત્યાંથી હું ચાલતા ચાલતા કોર્પોરેશન ખાતે આવી પહોંચી છું. બસમાં મુસાફરી અંગે તેમને જણાવ્યું હતું કે બસમાં મુસાફરી કરવાની મજા પણ આવે છે અને તમે ખૂબ જ સહેલાઈથી તેમાં મુસાફરી કરી શકો છો. પોતાની આસપાસનું વાતાવરણ પણ જોઈ શકો છો. ત્યારે મે આજે બસની મજા માણી છે."--નયનાબેન પેઢડીયા ( મેયર, રાજકોટ)
સરકારી વાહનોનો ઉપયોગ:રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અઠવાડિયામાં એક દિવસ માટે કોર્પોરેશનના તમામ અધિકારીઓ પદાધિકારીઓ સરકારી વાહનનો ઉપયોગ નહીં કરે તે પ્રકારનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે સોમવાર હોય અઠવાડિયાનો પ્રથમ દિવસ હોય ત્યારે રાજકોટ કોર્પોરેશન મેયર સીટી બસમાં આવ્યા હતા. જ્યારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની કાર લઈને આવ્યા હતા. આ સાથે જ ડેપ્યુટી કમિશનર સાયકલ લઈને તેમજ અન્ય કર્મચારીઓ પણ પોતપોતાના વાહનો લઇને કોર્પોરેશનની ઓફિસે આવી પહોંચ્યા હતા. રાજકોટ કોર્પોરેશનની નવી બોડી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આગામી અઢી વર્ષ સુધી અમલમાં રહેશે.