ગુજરાત

gujarat

ETV Bharat / state

વરૂણ દેવને રીઝવવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં યજ્ઞનું આયોજન - RAIN

રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં શનિવારે વરૂણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવણી કર્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પાછો ખેંચાતા યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ ભેગા મળીને વરૂણ દેવને રીઝવવા આ યજ્ઞનું અયોજન કર્યું હતું.

rjt

By

Published : Jul 20, 2019, 7:40 PM IST

સમગ્ર રાજ્યમાં વરસાદ આવ્યા બાદ ખેડૂતોએ સારો વરસાદ જોઈને વાવણી કરી હતી, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાકની વાવણી કર્યા બાદ પિયત માટે પાણી ક્યાંથી મેળવવું તે ચિંતાનો વિષય બન્યો છે.

વરૂણ દેવને રીઝવવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં યજ્ઞનું આયોજન

ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેક-ઠેકાણે હવન અને રામધૂનનું આયોજન કરી વરૂણ દેવને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને શનિવારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પણ વરૂણ દેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યાર્ડના હોદ્દેદારો, વેપારીઓ સહિત ખેડૂતોઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વરસાદ પડે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details