દેશમાં અત્યારે પોલીસ જવાનોની સાથે તેમને સહયોગ કરતા હોમગાર્ડના જવાનોનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ વધતું જાય છે. એટલે પોલીસ જવાનોની જેમ હોમગાર્ડના જવાનોમાં પણ ચપળતા, સ્ફૂર્તિનો ઉર્જા સંચાર હોવો જોઈએ. આ માટે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ જવાનોની વિવિધ કક્ષાએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
વીરપુરમાં સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોનો રમોત્સવ યોજાયો - રાજકોટ સેટેસ્ટ ન્યૂઝ
રાજકોટઃ સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાઓના હોમગાર્ડ જવાનોની વીરપુર પાસે આવેલ નર્સિંગ કોલેજના મેદાન ખાતે મંગળવારના રોજ રમોત્સવ-2019 અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો વિજેતા થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે.
જેમાં રમોત્સવ 2019 અંતર્ગત રાજકોટ જિલ્લાના વીરપુર પાસેની બાલાજી નર્સિંગ કોલેજના મેદાન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ શહેર અને જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, મોરબી તેમજ કચ્છ જિલ્લાના 316 જેટલા હોમગાર્ડના ભાઈઓ તથા બહેનોએ કબડ્ડી, ગોળાફેક, રસ્સાખેંચ, લાંબી કૂદ ,100 મીટર દોડ, 800 મીટર દોડ વગેરે સાત પ્રકારની રમોત્સવમાં ભાગ લીધો છે. અહીંની રમોત્સવની વિવિધ રમતોમાં વિજેતા થનારાઓ વિજેતાઓ રાજ્ય કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા જશે.