રંગીલા રાજકોટમાં હજુ મતદાન પૂર્ણ થયેના ગણતરીના જ દિવસો થયા છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી SOGની ટીમે ખાનગી બાતમીના આધારે અતુલ દિલીપભાઈ પંચાસરા નામના ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે.
રાજકોટમાંથી વધુ એક દેશી તમંચા સાથે એક વ્યક્તિની કરી ધરપકડ - SOG
રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ એક ગેરકાયદેસર હથિયાર કબ્જે કર્યું છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી જુના મોરબી તરફ જતા રોડ પરથી SOG બાતમીના આધારે એક ઇસમને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા ઇસમની વધુ પૂછપરછ હાથધરી છે.
હથિયાર સાથે ઝડપાયેલા ઈસમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કે તે રાજકોટના રેલનગરની શ્રધ્ધા સોસાયટીમાં વિસ્તારમાં રહે છે, અને મજૂરીનું કામ કરે છે. હાલ પોલીસે આ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી આવ્યું તેમજ કોને આપવાનું હતું તે અંગેની તપાસ હાથધરી છે.