ગુજરાત

gujarat

ETV Bharat / state

રંગીલા રાજકોટમાં 27 કિમી લાંબી નીકળશે જગન્નાથજીની રથયાત્રા - rjt

રાજકોટ : અષાઢી બીજના દિવસે રાજ્યભરમાં અને ઓરિસ્સાના પુરીમાં પણ જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. રાજકોટમાં દર વર્ષે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને આ વર્ષે શહેરમાં હિન્દૂ જાગરણ મંચ દ્વારા શહેરમાં 27 કિલોમીટર યાત્રા યોજાવાની છે.

રંગીલા રાજકોટમાં 27 કિલોમીટરની લાંબી નીકળશે જગન્નાથજીની રથયાત્રા

By

Published : Jul 3, 2019, 8:51 PM IST


અષાઢી બીજના રોજ રાજ્યના વિવિધ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. ત્યારે રંગીલા રાજકોટમાં પણ હિન્દૂ જાગરણ મંચ દ્વારા શહેરના કૈલાશધામ મંદિર ખાતેથી 27 કિલોમિટરની લાંબી રથયાત્રા યોજવામાં આવશે. જેને લઇને રાજકોટમાં 1 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. રથયાત્રાનું ઠેર ઠેર અલગ આગળ સંસ્થાઓ રસ્તામાં સ્વાગત પણ કરશે. કૈલાશધામ મંદિર દ્વારા રથયાત્રાને લઈને રથ સહિત, પ્રસાદ, ભગવાનના શણગાર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રંગીલા રાજકોટમાં 27 કિલોમીટરની લાંબી નીકળશે જગન્નાથજીની રથયાત્રા

ABOUT THE AUTHOR

...view details