- કોરોનાના દર્દીઓના મોતમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
- રાજકોટમાં દરરોજના 50 કરતા વધુ દર્દીઓના મોત થઇ રહ્યા
- મંગળવારે રાજકોટમાં 59 દર્દીઓના મોત થયા હતા
રાજકોટ :શહેરમાં આજે બુધવારે કોરોનાના પોઝિટિવ 55 દર્દીઓના મોત થયા છે. ત્યારે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. રાજકોટમાં દરરોજના 50 કરતા વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે. જ્યારે ગઈકાલે મંગળવારે રાજકોટમાં 59 દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચો : ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ
કોવિડ ડેથ મામલે આખરી નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવાશે
આજે બુધવારે 50 કરતા પણ વધુ દર્દીઓના મોત થતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે કોવિડ ડેથ મામલે આખરી નિર્ણય ડેથ કમિટી દ્વારા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દરરોજ કોરોનાના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોતનો આંક સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો : વડોદરા SSG હોસ્પિટલના કોરોના વોરિયર બ્રધરનું કોરોનાથી મૃત્યુ, સિક્યુરિટી ગાર્ડ્સે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી
રાજકોટમાં 24 કલાકમાં 55 દર્દીઓના મોત નોંધાયા
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોત નોંધાયા છે. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ એટલી વણસી છે કે, દર્દીઓને હોસ્પિટલમાં બેડની સુવિધાઓ પણ મળી રહી નથી. જ્યારે એમ્યુલન્સની સિવિલ હોસ્પિટલ બહાર લાંબી કતાર જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટમાં દરરોજ 400 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. જેમાંથી 50 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ રહ્યા છે. આજે બુધવારે પણ રાજકોરમાં અલગ-અલગ જગ્યાએ કોરોનાની સારવાર લઈ રહેલા 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.