- વિરડા વાજડી ગામમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી
- કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ
- કામ સિવાય ઘરની બહાર પણ ન નીકળવું તેવા આકરા નિયમો બનાવ્યા
રાજકોટના વિરડા વાજડી ગામમાં આકરા નિયમોને કારણે કોરોનાનો એક પણ કેસ નહિ
રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામમાં ગ્રામજનોની સાવચેતીના કારણે હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા નથી. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ ગામમાં આકરા નિયમો ઘડવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતું.
રાજકોટ :જિલ્લામાં કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામમાં ગ્રામજનોની સાવચેતીના કારણે હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા નથી. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ ગામમાં આકરા નિયમો ઘડવામાં આવ્યા હતા. જેને લઈને કોરોના ગામમાં પ્રવેશી શકે નહિ. જ્યારે આજે મોટાભાગના ગામોમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટના વિરડા વાજડી ગામના લોકો નિરાંતે ઊંઘી રહ્યા છે. જ્યારે ગામમાં બીજા લોકોની પ્રવેશબંધી છે. જેને લઈને ગામમાં હજુ સુધી કોરોનાનો પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી.
આ પણ વાંચો : ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન