સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ મેળો યોજાવનો છે. જેનું નામ ‘મલ્હાર’ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મલ્હાર નામનું પૌરાણિક નગર છે. જ્યાં ઇ સ. પૂર્વે 1 હજાર કાળના શૈવ, વૈષ્ણવ, જૈન અને બુદ્ધની પ્રતિમાઓ આવેલી છે. મલ્હારમાં તે સમયે 100થી પણ વધુ મંદિરો આવેલા છે. આ સ્થળ પુરાત્વિય સ્થળ છે.
રાજકોટમાં યોજાનારા લોકમેળાનું ‘મલ્હાર’ નામકરણ કરાયું - gujaratinews
રાજકોટ: આગામી જન્માષ્ટમિના પર્વમાં રાંધણ છઠ્ઠ એટલે કે 22 ઓગસ્ટથી પાંચ દિવસ સુધી રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળાનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને ‘મલ્હાર’ નામ આપવામાં આવ્યું છે. આ નામ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સાંસ્કૃતિ આદાનપ્રદાન માટે પેર સ્ટેટ (pair state) ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે જોડાણ થયું છે. આ જોડાણ વર્ષ 2016-17માં કચ્છના સફેદ રણ ખાતે યોજાયેલી ટુરિઝમ કોન્ક્લેવ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોકમેળાનું મલ્હાર નામ રાખવા વિચારણા કરવામાં આવી હતી. મલ્હાર નામનો શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં એક રાગ છે. જે વરસાદ માટે ગાવામાં આવે છે. વર્ષાઋતુમાં યોજાતા લોકમેળામાં આ નામ પણ આ કારણથી એકદમ યોગ્ય જણાતા મલ્હાર એવું નામકરણ કરવામાં આવ્યું છે.