ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 9 સસ્પેન્ડ પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાશે - Suspended PSI, ASI, Head Constable

રાજકોટ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેમજ કોરોના નામની મહામારીનો ભય છે. ત્યારે ગુજરાતના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓમાં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાના આદેશ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં 9 સસ્પેન્ડ પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાશે
રાજકોટમાં 9 સસ્પેન્ડ પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાશે

By

Published : Apr 1, 2020, 5:34 PM IST

રાજકોટઃ જિલ્લામાં હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જિલ્લાઓમાં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવા અંગે રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી અને રાજકોટમાં અગાઉ સસ્પેન્ડ થયેલા PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિતના કુલ 9 જેટલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના 10 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને રાજકોટના આરોગ્ય તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે. આ સાથે જ 21 દિવસના લોકડાઉનને પણ સફળ બનાવવા માટે પોલીસ કર્મીઓ પણ દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.

રાજકોટમાં 9 સસ્પેન્ડ પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાશે

સસ્પેન્ડ થયેલા PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિતના કુલ 9 જેટલા પોલીસ કર્મીઓને ફરી ફરજ પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ થોરાળા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ હડિયા દ્વારા છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉન હોવાની સાથે હાલ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જેને લઈને આકરા તાપમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને છત્રી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details