રાજકોટ : રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આજે જસદણ પંથકમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ આજના દિવસમાં કુલ નવ કેસ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્રમાં પણ ભાગ દોડ થવા પામી હતી.
જસદણમાં કોરોના બ્લાસ્ટ: એક સાથે નોંધાયા 9 કેસ - રાજકોટ કોરોના ન્યૂઝ
રાજકોટના જસદણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે એક સાથે 9 કેસ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે, જ્યારે લોકોમાં ભય ફેલાયો છે.
જસદણ
જસદણ શહેરના શિવ શકિત સોસાયટીમાં રહેતા વંશ ચંદ્રકાન્તભાઈ, શિવ મંદિર પાસે રહેતા હરેશભાઈ ગોરધનભાઈ (ઉ.વર્ષ 40) અને સોલીસીટર સોસાયટીમાં રહેતા હેતલબેન મીસ્ત્રી (ઉ.વર્ષ 33) ને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જસદણ શહેરમાં આજે પાંચ કેસ અને સાણથલી, આટકોટ, પ્રતાપપુર અને વિરનગરમાં એક -એક કેસ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે.