રાજકોટ : પ્રથમ વખત રાજકોટમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈટ મેરેથોનમાં અંદાજીત 5 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા અને મન મુકીને દોડયા હતા. આ મેરેથોન રાજકોટ રનર્સ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસના સહયોગથી પ્રથમ વખત યોજાઇ હતી. જેમાં રાજકોટવાસી પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા અને દોડયા હતા.
આ પણ વાંચો :Paper Checking: 61,500 શિક્ષકો પેપર તપાસીને વિધાર્થીઓનું લખશે ભવિષ્ય, સંસ્કૃતનું પેપર લેવાશે ફરી
નો ડ્રગ્સના મેસેજ સાથે યોજાઈ મેરેથોન :નાઈટ મેરેથોન અંગે રાજકોટમાં મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સૌપ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન 10 અને 21 કિલોમીટરની રાખવામાં આવી છે. જ્યારે આ નાઈટ મેરેથોનમાં રાજકોટ સહિત આઉટ સ્ટેટનાના 4500 કરતા વધુ દોડવીરોએ ભાગ લીધો છે. ત્યારે રાજકોટમાં આ નાઈટ મેરેથોન દરમિયાન સ્પોર્ટ્સમઈ વાતાવરણ જોવા મળ્યું હતું. આ મેરેથોન યોજવાનો મુખ્ય હેતુ એ છે કે નો ડ્રગ્સ, કારણ કે ડ્રગ્સ છે તે યુવાધનને ખતમ કરી નાખે છે. જ્યારે આ મેરેથોન થકી યુવાધનને પણ એક સારો મેસેજ પાસ થશે.