સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં નવી RTO કચેરી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી જૂની RTO કચેરી આવેલ છે અને જે શહેરની ભાગોળે આવેલ હોવાથી લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી RTO કચેરી માટેની જાહેરાત કરી છે. રાજકોટવાસીઓને ઘણા વર્ષ પછી નવી RTO કચેરીઓનો લાભ મળશે.
રાજકોટમાં નવી RTO કચેરી બનશે, બજેટમાં કરાઈ જાહેરાત - RJT
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં રાજકોટમાં નવી RTO કચેરી બનાવવા માટેના નાણાંની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં રાજકોટ, અમદાવાદ અને બારડોલીમાં નવી RTO કચેરીને લીલીઝંડી આપવામાં આવી છે.
ફાઈલ ફોટોઃ રાજકોટ RTO કચેરીનો
બજેટમાં રાજકોટ, અમદાવાદ અને બારડોલીમાં નવી RTO કચેરીને લીલીઝંડી આપવામાં આવી છે. જેને લઈને રાજકોટ અને બારડોલી માટે રૂપિયા 5 કરોડ જ્યારે અમદાવાદ માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.