- રાજકોટમાં ગોડલ શ્રીનાથગઢ રોડ પર નીલગાયનું મોત
- કાર ચાલકે પૂરઝડપે આવીને નીલ ગાયને ટક્કર મારતા મોત
- કાર ચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી
રાજકોટમાં ગોંડલ શ્રીનાથગઢ રોડ પર કારચાલકે ટક્કર મારતા નીલ ગાયનું મોત - નીલગાય
રાજકોટમાં સર્જાતા અનેક અકસ્માતના કારણે અનેક પશુઓના મોત થાય છે. રાજકોટના ગોંડલ શ્રીનાથગઢ રોડ પર એક પૂરઝડપે આવતી કારે નીલ ગાયને ટક્કર મારી હતી, જેના કારણે નીલ ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજકોટઃ ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓએ નીલ ગાય (રોજડા) વસવાટ કરે છે. ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવ અલખકિશોર ઉર્ફે આશિષ રમેશચંદ્ર રાવલ પોતાની કાર નંબર GJ03LB 0311માં ગોંડલથી કમઢિયા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શ્રીનાથગઢ પાસે નીલગાય (રોજડુ) આડુ આવ્યું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે કારની ટક્કરના કારણે નીલ ગાયનું ઘટનાસ્થળે મોત થયું હતું. ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર એચ. એમ. જાડેજા અને પ્રતિપાલસિંહ ચુડાસમા સહિતના લોકોએ કાર્યવાહી હાથ ધરી પંચ રોજકામ કર્યું હતું.