હાલ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાંક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ રાજીરાજી થઈને પોતાના ખેતરમાં વાવણી કરી હતી. ત્યારબાદ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ખીજડિયામાં ખેડૂતનો પાક સુકાતા બોલાવી રામધૂન
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અચાનક વરસાદ પાછો ખેંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોએ વરસાદ થતાં વાવણી કરી દીધી છે અને હવે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ મેઘરાજાનવા મનાવવા અને વિરોધના ભાગરૂપે રામધૂનનું આયોજન કર્યું હતું.
RJT
એક તરફ વાવણી કર્યા બાદ ખેડુતોને હવે સિંચાઈ માટેના પાણી નહિ મળતા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ખીજડિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને ખેતરમાં જ રામધૂન બોલાવી હતી અને સરકાર સમક્ષ સિંચાઈ માટેના પાણીની માંગ કરી હતી.