ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive: રાજકોટ નજીક સૌની યોજનાની પાઇપલાઇન 15 ફૂટ બહાર નીકળી... - પાઇપલાઇન

રાજકોટઃ લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં ગત વર્ષે સૌની યોજનાની પાઇપલાઇન નાખવામાં આવી હતી. જે હાલ 15 ફૂટ જેટલી બહાર આવી જતા ગ્રામના ખેડૂતો રોષે ભરાયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા ઠેર ઠેર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Rajkot

By

Published : Aug 11, 2019, 2:39 PM IST

રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત છેક છેવાળાના ગામ સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ નજીક આ સૌની યોજનાની પાઇપલાઇન જમીનમાંથી બહાર આવવાની ઘટના સામે આવી છે. રાજકોટના લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં આ ઘટના સર્જાઈ છે.

Exclusive: રાજકોટ નજીક સૌની યોજનાની પાઇપલાઇન 15 ફૂટ બહાર નીકળી

જો કે, મોટી મોટી પાઇપલાઇન જમીનમાંથી બહાર આવતા ગામના ખેડૂતોમાં પણ કુતુહલ જોવા મળી રહ્યું છે. તેમજ ગ્રામજનોમાં રોષ છે. પાઇપલાઇન બહાર આવી જતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તો આ સમગ્ર ઘટનાની એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details