Rajkot: રાત્રે 12માં માળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ રાજકોટ : રાજકોટના કટારીયા ચોકડી નજીક આવેલી એક બિલ્ડિંગમાં 12 અને 15માં માળે આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે આગ લાગવાના કારણે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ લાગવાની ઘટનાને લઈને રાજકોટ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગ લાગવાની ધટનામાં કોઈ મોટી જાનહાનિ હજી હજુ સુધી બહાર આવી નથી, પરંતુ આગ લાગવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો :BIHAR NEWS : બિહારમાં ચાર માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, મહિલાએ કૂદીને બચાવ્યો જીવ
બિલ્ડીંગમાં 12 અને 15માં માળે લાગી આગકટારીયા ચોકડી નજીક આવેલ ધ ગ્રાન્ડ પેલેસ બિલ્ડિંગમાં 12માં માળે ફર્નિચરનું કામ ચાલુ હતું. તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે બિલ્ડીંગના 15માં માળે પણ આગ લાગી હતી. જ્યારે આ આગ બિલ્ડીંગના અન્ય ભાગોમાં પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હાલમાં આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ફર્નિચરનું કામ ચાલુ હોય અને ત્યાં કેમિકલ પડ્યું હોય જેના કારણે આ આગ વધુ પ્રમાણમાં પ્રસરી હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચોસુરતમાં જોગર્સ પાર્ક રોડ પરની 3 દુકાનોમાં લાઈનસર લાગી આગ
આગ લાગવાનું ચોક્કસ કારણ નહિ: ફાયર ઓફિસર બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનાને પગલે રાજકોટ ફાયર વિભાગના ચીફ ઓફિસર આઈવી ખેરે જણાવ્યું હતું કે બિલ્ડીંગના 12 અને 15માં માળમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જ્યારે આ બિલ્ડિંગના ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલુ હતું જેમાં આગ લાગી હતી. જોકે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ ફર્નિચરનું કામ ફ્લેટમાં ચાલુ હતું જ્યારે ફ્લેટમાં કેમિકલ પણ પડ્યું હતું જેના કારણે આ આ વધુ પ્રસરી હતી.